મોરબી : વર્ષ ૨૦૧૮-૧૯ દરમ્યાન જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ, મોરબી દ્વારા પંચાયત સેવાની સંવર્ગોની (વર્ગ-3)ની ખાલી જગ્યા પર સીધી ભરતીથી ઉમેદવારો પસંદ કરવા માટે https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર તા. ૧૮-૦૯-૨૦૧૮ (સમય બપોરના ૧૫.૦૦ કલાકથી) તા. ૦૮-૧૦-૨૦૧૮ (સમય રાત્રિના ૨૩-૫૯ કલાક સુધી) ઓનલાઇન અરજીપત્રકો મંગાવવામાં આવેલ હતા. તેમજ બીનઅનામત ઉમેદવારનાં કિસ્સામાં ઓજસ વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરેલ ચલણ મારફતે પોસ્ટ ઓફીસમાં ખાતે તા. ૧૦-૧૦-૨૦૧૮ સુધી ફી ભરવામાં આવેલ હતી. પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગનાં પત્ર ક્રમાંક : PSR/૧૨૯૪/૭૦૬/ખ તા. ૨૧/૦૯/૨૦૨૧થી મળેલ સૂચના મુજબ જુનિયર ક્લાર્ક અને ગ્રામ પંચાયત મંત્રી (વર્ગ - ૩) સંવર્ગની સને ૨૦૧૮-૧૯ની તમામ જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિઓની સીધી ભરતીની જાહેરાત “રદ” થયેલ હોઈ, તે જાહેરાત અન્વયે જનરલ કેટેગરીનાં ઉમદવારો તરફથી ભરવામાં આવેલ પરિક્ષા ફી રૂ. ૧૦૦ સંબંધિત ઉમેદવારોને પરત કરવાની થાય છે. આ પરિક્ષા ફી પરત મેળવવા માટે સંબંધિત ઉમેદવારોએ જિલ્લા પંચાયત મોરબી, શોભેશ્વર રોડ, મોરબી ખાતે તથા તા. ૨૭/૦૯/૨૦૨૧ થી તા. ૦૭/૧૦/૨૦૨૧ સુધી ઓળખના અસલ પુરાવા તેમજ પરિક્ષા ફી ભર્યા અંગેનું અસલ ચલણ સાથે રૂબરૂ ઉપસ્થિત રહેવાનું રહેશે. તેમ યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..