જેતપર પીપળી રોડ ઉપર પૌત્રીની નજર સામે દાદાએ દમ તોડ્યો : કન્ટેનર ચાલક વાહન રેઢું મૂકી ફરાર મોરબી : મોરબી પુત્રના ઘરે રોકાવા આવેલા પિતા ઇલેક્ટ્રિક કામની દુકાન ધરાવતા પુત્રને ટિફિન પહોંચાડવા માટે પૌત્રી સાથે ઘરેથી નીકળ્યા બાદ જેતપર પીપળી રોડ ઉપર કન્ટેનર ચાલકે હડફેટે લેતા કાળનો કોળિયો બની ગયા હતા. ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના મહેન્દ્રનગર પીપળવાળી શેરીમાં રહેતા અને મોરબી જેતપર હાઇવે રોડ ઉપર ઇલેક્ટ્રિક કામની દુકાન ધરાવતા ઉમેશભાઇ રવજીભાઇ દેથરીયાના પિતા રવજીભાઈ ગામડે ખેતીકામમાં કામ ન હોય પુત્રના ઘેર રોકવા આવ્યા હતા. અને ગઈકાલે પુત્રની દુકાને આવ્યા બાદ પુત્ર માટે ટિફિન લેવા ઘેર ગયા હતા. દરમિયાન બપોરના સમયે રવજીભાઈ પોતાની પાંચ વર્ષની પૌત્રી મહેકને લઈ ટિફિન સાથે પુત્રની દુકાને આવતા હતા ત્યારે જેતપર પીપળી રોડ ઉપર આરજે-૧૪-જીએલ-૯૬૦૯ ટ્રક કન્ટેનરના ચાલકે હડફેટે લઈ અકસ્માત સર્જતાં રવજીભાઈને માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું.જો કે માસૂમ બાળકીનો આ અકસ્માતમાં બચાવ થયો હતો. ઘટના અંગે મૃતક રવજીભાઈના પુત્ર ઉમેશભાઇએ અકસ્માત સર્જી નાસી છૂટેલા કન્ટેનર ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા મોરબી તાલુકા પોલીસે કન્ટેનર ચાલક વિરુદ્ધ આઈપીસી કલમ ૨૭૯,૩૦૪(અ) એમ.વી.એક્ટ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..