મોરબી : મોરબી જિલ્લાના માલધારીઓ અનેકવિધ પ્રશ્ને મોટી સંખ્યામાં સોમવારે કલેક્ટર કચેરીએ ઉમટી પડી જિલ્લા કલેકટરને રજુઆત કરશે અને પ્રશ્નોના નિરાકરણની માંગ કરશે. આ મામલે રામભાઈ માલધારીએ જણાવ્યું કે જિલ્લાના શહેરી વિસ્તારોમાં મહાપાલિકા અને નગરપાલિકા દ્વારા પશુને પકડીને પશુ માલિકોને રૂ. 4 હજારનો દંડ કરવામાં આવે છે ત્યારે આ મામલે માલધારીઓમાં રોષ છે. જિલ્લા કલેકટરને સોમવારે 11 વાગ્યે આ મામલે રજુઆત કરવામાં આવશે. આ સાથે વાડાના પ્રશ્ન, પશુ મંજૂરીના પ્રશ્ન, પશુ નોંધણીના પ્રશ્ન તેમજ ગૌચર ઉપરના દબાણ મુદ્દે રજૂઆત કરવામાં આવશે.