કૃષિ સહાયની નબળી કામગીરીને કારણે હળવદના દેવીપુર ગામના ખેડૂત સાથે અન્યાયપાક સારો થયો હોત તો 1000ની બદલે હું 5000 રૂપિયા આપત : ખેડૂતહળવદ : અતિવૃષ્ટિને કારણે અનેક ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો હતો. જેની સામે સરકારે કૃષિ સહાય પેકેજ જાહેર કર્યું હતું. પણ તેમાં હળવદના દેવપુર ગામના ખેડૂતને સહાય ન મળતા તેને સરકારને સામાં રૂ.1000 આપ્યા છે. જેથી આ અચરજભર્યો બનાવ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. હળવદના દેવીપુર ગામના ખેડૂત પટેલ કાંતિભાઈ જણાવે છે કે તાજેતરમાં રાજ્ય સરકારે અતિવૃષ્ટિને લીધે થયેલ નુકસાન બાબતે કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું. તેઓનો પાક ભારે વરસાદને કારણે 50 ટકા થી પણ વધારે નાશ પામ્યો હતો. તેમ છતાં તેમનો સર્વે પણ ન કરાયો અને જેના કારણે તેઓને એક પણ રૂપિયાની સરકારી સહાય મળી નથી. વધુમાં ખેડૂત જણાવે છે કે સરકાર સાચા ખેડૂતોને સહાય ચૂકવવા સક્ષમ નથી એટલે તેઓએ સરકારને રૂ.1000ની સહાય આપવાનું નક્કી કર્યું હતું. જેથી રૂ.1000નો ચેક વિસ્તરણ અધિકારીને તેઓ આપવા હળવદ તાલુકા પંચાયતે પહોંચ્યા હતા ખેડૂતે ઉમેર્યું કે તેઓનો પાક નાશ પામ્યો છે. જેથી તેઓની આર્થિક શક્તિ મુજબ સહાય આપી છે. જો પાક સારો થયો હોત તો તેઓએ જરૂર રૂ.5000ની સહાય આપી હોત.__________________________________________મોરબી અપડેટના વાચકો જોગMorbi Updateની એન્ડ્રોઇડ એપ્લીકેશન અપડેટ કરવા વિનંતી..Morbi Update ની એપ્લિકેશન વાપરતા તમામ વાચકોને નમ્ર વિનંતી છે. આપ પ્લે સ્ટોરમાં જઈ Morbi Update લખી સર્ચ કરી Morbi Update ની એપ્લિકેશન અપડેટ કરી લેવી. નવા અપડેટ વર્ઝનમાં વધુ સારા ફિચર્સ સાથે આપ સરળતાથી આપણા મોરબી જિલ્લામાં સમાચારો સૌથી પ્રથમ આપણી એપ્લિકેશનમાં વાંચી શકો છો.Morbi Updateની નવી એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લીક કરો..https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news__________________________________________