ખેડૂતોની માંગ મુજબનો પરિપત્ર નહીં થાય ત્યાં સુધી કમિટીમાં કોઈ બેસશે નહી, ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ચાલુ જ રહેવાની ખેડૂત આગેવાનનું એલાનમોરબી અપડેટ: મોરબી જિલ્લામાં વીજ લાઈન વળતરના નવા પરિપત્રના વિરોધ વચ્ચે MRC કમિટીમાં બેસવા હજારો ખેડૂતોને બોલાવામાં આવ્યા છે. ત્યારે હજારોની સંખ્યામાં ખેડૂતો કલેકટર કચેરીએ આજે આવ્યા તો છે પણ કમિટીમાં કોઈ બેસવા તૈયાર નથી. ખેડૂતો માત્ર વાંધા સુચનો આપી રહ્યા છે. ત્યારે આ મામલે ખેડૂત આગેવાન નેહુલ અમૃતિયાએ ખેડૂતોના વળતર મામલે પ્રશાસનની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. ખેડૂતોની માંગ મુજબ પરિપત્ર બનાવવામાં આવે તો ખેડૂતો દોડીને MRCમાં બેસવા આવશેનેહુલ અમૃતિયાના જણાવ્યા અનુસાર નોટિસના મુદ્દા નંબર 4 માં લખેલું છે કે જો ખેડૂત અથવા ખેડૂત પ્રતિનિધિ હાજર નહીં રહે તો પ્રશાસન પોતાની રીતે વેલ્યુઅર નીમીને MRC કમિટીની બજાર કિંમત નક્કી કરી દેશે. 4/7 ના પરિપત્રમાં ખેડૂતોના વેલ્યુઅરને બજાર કિંમત નક્કી કરવામાં સ્થાન આપવાની વાત મંત્રી દ્વારા કરવામાં આવી હતી, પરંતુ બીજી તરફ પ્રશાસન નોટિસ કાઢીને કહી રહ્યું છે કે હાજર નહિ રહો તો અમે કિંમત નક્કી કરી નાખશું. મેહુલ અમૃતિયાએ સ્પષ્ટ કર્યું કે ખેડૂતોને આ પરિપત્ર માન્ય નથી, તેથી તેઓ સ્વેચ્છાએ MRC માં બેસતા નથી. જો ખેડૂતોની માંગ મુજબ પરિપત્ર બનાવવામાં આવે તો ખેડૂતો દોડીને MRC માં બેસવા આવશે. હાલનો પરિપત્ર ખેડૂતોની માંગથી તદ્દન વિરુદ્ધ અને કાયદા વિરુદ્ધનો છે.નોટિસ અને સમય મર્યાદા અંગે ખેડૂતોને વાંધો નેહુલ અમૃતિયાના જણાવ્યા અનુસાર ખેડૂતો દ્વારા નોંધાવવામાં આવેલા વાંધાઓ પૈકી મુખ્ય વાંધો એ છે કે 23 તારીખે નોટિસ બજાવવામાં આવે છે અને 25 તારીખે ખેડૂતોને બોલાવવામાં આવે છે. આટલા ટૂંકા સમયમાં ખેડૂત વકીલની સલાહ કેવી રીતે લઈ શકે અને કઈ રીતે પહોંચી શકે?. કાયદેસર રીતે નોટિસ બજાવ્યા પછી ઓછામાં ઓછો 14 દિવસનો સમય આપવો પડે. 4/7 નો પરિપત્ર કાયદા વિરુદ્ધ હોવા બાબતે 14/7 ના રોજ મોરબી કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે.ખેડૂતો આંદોલન ચાલુ જ રાખશેખેડૂત આગેવાને વેધક સવાલ કરતા પૂછ્યું હતું કે, આ વીજ લાઇન કંપની સરકારની છે કે કોની?. ખેતર ખેડૂતોનું છે અને વીજ લાઇન કંપનીની છે, તો પ્રશાસન આટલી ઉતાવળ શું કામ કરે છે?. આગળની રણનીતિ વિશે જણાવતા તેમણે કહ્યું કે જ્યાં સુધી ખેડૂતોની માંગ મુજબનો પરિપત્ર નહીં થાય ત્યાં સુધી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ચાલુ રહેશે અને ખેડૂતો લડી લેશે.#MorbiUpdate #MorbiNews #FarmersProtest #MehulAmrutia #MorbiCollector #ElectricityLineIssue #GujaratNews #FarmerRights