મોરબી : મોરબીના પ્રમુખ ગ્રુપ દ્વારા ફાળો એકત્ર કરી શહીદના પરિવારને રૂબરૂ મળી રૂ. 71 હજારની સહાય અર્પણ કરવામાં આવી છે. ભારત માતાની રક્ષા કરતા કરતા શહીદ થયેલા ખેડા જિલ્લાના વીર જવાન હરિસિંહ પરમારના પરિવારને મોરબીના પ્રમુખ ગ્રુપ દ્વારા રૂબરૂ મળી રૂ. 71 હજારનો આર્થિક સહયોગ આપી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે 13 વર્ષના માનસ ચીકાણી દ્વારા પોતાનો ગલ્લો તોડીને રૂ. 6100નો ફાળો પ્રમુખ ગ્રુપને આપવામાં આવ્યો હતો. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..