મોરબી : મોરબી જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણના કારણે મૃત્યુ પામનાર પોલીસ અધિકારીના પરિવારને મોરબી જિલ્લા પોલીસ દ્વારા રૂ. 25 લાખની સહાય આપવામાં આવી છે. ગુજરાત સરકાર ગૃહ વિભાગ સચિવાલય ગાંધીનગરના ઠરાવની જોગવાઇ મુજબ પોલીસ દળ, હોમગાર્ડ, સીવીલ ડીફેન્સ, તથા જેલતંત્રના અધિકારી/કર્મચારીઓ રાજયમાં નોવેલ કોરોના વાયરસ કોરીડ-૧૯ના સંક્રમણના કારણે ઉત્પન્ન થયેલ સંજોગોમાં આવશ્યક સેવાઓના ભાગરૂપે બજાવેલ ફરજો દરમ્યાન સંક્રમીત થયેલ કર્મચારી / અધિકારીના દુઃખદ અવસાનના કિસ્સામાં તેઓના આશ્રિત કુંટુંબને રૂ. પચ્ચીસ લાખની સહાય આપવાની જોગવાઇ થયેલ છે. મોરબી જિલ્લામાં રીડર શાખામાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા ધનસુખભાઇ કાનજીભાઇ ચાવડા કોરોના વાયરસ સંક્રમણના કારણે ગત તા. 13/04/2021ના રોજ અવસાન થયું હતું. ગૃહ વિભાગના ઠરાવ મુજબ આશ્રિત કુંટુંબને સહાયની રકમ ચુકવવા માટે પોલીસ અધિક્ષક મોરબી તરફથી તાત્કાલીક દરખાસ્ત કરવામાં આવેલ હતી. જે ઉપરથી પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગાંધીનગર તરફથી સહાય મંજુર કરવા હુકમ થતા ગઇકાલે તા. 08/07/2021ના રોજ પો.સબ.ઇન્સ. સ્વ. દલસુખભાઇ કાનજીભાઇ ચાવડાના પુત્ર નીખીલભાઇ ધનસુખભાઇ ચાવડાને પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાએ જિલ્લાના અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં સન્માનપુર્વક રૂ. 25 લાખનો ચેક સુપ્રત કરી સહાય ચુકવવામાં આવેલ છે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..