મોરબી : કોરોના મહામારીએ અનેક તહેવારોની ઉજવણી ઉપર ગ્રહણ લગાવ્યું છે. તેવામાં તકેદારીના ભાગરૂપે સતત બીજા વર્ષે નગરપાલિકા દ્વારા લોકમેળો રદ કરવામાં આવ્યો હોવાનું ચીફ ઓફિસરે જાહેર કર્યું છે. મોરબી નગરપાલિકા તંત્ર દ્વારા ધોળેશ્વર ખાતે દર વર્ષે જન્માષ્ટમીના લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. ગત વર્ષે કોરોનાને કારણે આ લોકમેળો રદ થયો હતો. હવે ફરી આ વર્ષે પણ મેળો રદ કરી દેવામાં આવ્યો છે. આ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયાએ જણાવ્યું કે, પાલિકા દ્વારા યોજાતો મેળો આ વર્ષે નહિ યોજવામાં આવે. ખાનગી મેળા યોજાઈ શકશે કે નહીં તે સરકાર દ્વારા ગાઇડલાઈન જાહેર થાય તેના પરથી નક્કી થઈ શકશે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..