મોરબી : આજે ઠેર-ઠેર ગુરુનાનકની 556મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે મોરબીમાં સિંધી સમાજ દ્વારા ગુરુનાનક જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી છે. આ અંગે માખેચા નવીનભાઈએ જણાવ્યું હતું કે, સમસ્ત સિંધી સમાજ દ્વારા ગુરુનાનકની જન્મજયંતિની ઉજવણી કરવામા આવી રહી છે. જેમાં સવારે પ્રભાત કીર્તન, ભોગ, બપોરે મહાપ્રસાદ, સાંજે શોભાયાત્રા કાઢવામાં આવી હતી.