આગામી બેથી ત્રણ દિવસમાં જ ખેડૂતોના પ્રશ્નોનો નિર્ણય આવી જાય તેવું લાગી રહ્યું છે : અગાઉ મુખ્યમંત્રીને રજુઆત કરવા ગયેલા ઉમિયા સમૂહ લગ્ન સમિતિના અગ્રણીએ આપ્યું મહત્વનું નિવેદન મોરબી : જેતપર ખેડૂત આંદોલનનો આજે 10મો દિવસ છે. ત્યારે હવે બેથી ત્રણ દિવસમાં ખેડૂતોના પ્રશ્નોનો નિર્ણય આવી જાય તેવું લાગી રહ્યું છે. ખેડૂતોની સમિતિ સામે આખી કેબિનેટ બેસવા તૈયાર છે. ઉપરાંત ખેડૂતોની તમામ 6 માંગ સ્વીકારવામાં આવે તેવી પણ આશા છે. તેમ મુખ્યમંત્રીને મળવા ગયેલા ઉમિયા સમૂહ લગ્ન સમિતિના અગ્રણી મનુભાઈ કૈલાએ જણાવ્યું છે.ઉમિયા સમૂહ લગ્ન સમિતિના અગ્રણી મનુભાઈ કૈલા તાજેતરમાં ખેડૂતોના પ્રશ્ને મુખ્યમંત્રીને રજુઆત કરવા ગયા હતા. તેઓએ આ અંગે કહ્યું કે આ આંદોલન કોઈ રાજકીય નથી પરંતુ ખેડૂતોની સાચી વેદનાનું આંદોલન છે. ખેતરમાંથી જ્યારે વીજ લાઈન પસાર થાય છે ત્યારે ખેડૂતની જમીનની કિંમત ખૂબ ઘટી જાય છે અને તેને લાંબાગાળાનું મોટું આર્થિક નુકસાન સહન કરવું પડે છે.મનુભાઈ કૈલાએ વધુમાં જણાવ્યું કે, 4 દિવસ પહેલા સમિતિની અનુમતિ સાથે તેઓ ગાંધીનગર ખાતે સરકાર સમક્ષ રજૂઆત કરવા માટે ગયા હતા. આ રજૂઆત દરમિયાન સમિતિ દ્વારા લેખિતમાં આપવામાં આવેલા તમામ 6 મુદ્દાઓ ટેબલ પર સૌથી પહેલા લેવામાં આવ્યા હતા. સરકારે આ તમામ 6 મુદ્દાઓ પર સકારાત્મક અભિગમ દાખવીને તેને મંજૂર કરવાની તૈયારી દર્શાવી છે આ પ્રશ્નના કાયમી અને સંતોષકારક ઉકેલ માટે આગામી 2-3 દિવસમાં સમય અને તારીખ નક્કી કરવામાં આવશે. ત્યારબાદ સમિતિના સભ્યો સરકારની આખી કેબિનેટ સામે બેસીને આખરી ચર્ચા કરશે. મુખ્યમંત્રી અને સરકારે ખેડૂતોના આ પ્રશ્નને ગંભીરતાથી લીધો છે અને ખેડૂતોને ક્યાંય છેતરવામાં નહીં આવે તેવી ખાતરી આપી છે. ખેડૂતોની અપેક્ષા મુજબની ભાષામાં જ આ પ્રશ્નનો સકારાત્મક ઉકેલ આવશે તેવો આત્મવિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો છે.#MorbiUpdate #MorbiNews #FarmersIssue #Gandhinagar #ManubhaiKaila #GujaratGovernment #FarmersProtest #Morbi