મોરબી : મોરબીના નિવૃત્ત સિક્ષક એવા પ્રાણજીવનભાઈ બાબુલાલ પૈજાને શિક્ષણ અને લોકકલા ક્ષેત્રે અતુલ્ય વારસો આઈડેન્ટિટી એવોર્ડ આપવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યના ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિએ ડો.આંબેડકર ભવન, ગાંધીનગર મુકામે તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે, ખાખરાળા ગામના રહેવાસી પ્રાણજીવનભાઈ બાબુલાલ પૈજા કે જેઓ પોતાની લોક કલા ક્ષેત્રે સતત મહેનત કરી રહ્યા છે અને પોતાના શૈક્ષણિક નિવૃત્ત જીવનમાં પોતાની આગવી કલા થકી સેવાકિય પ્રવૃત્તિ કરી રહ્યા છે. જેઓએ આપણી લોકકલાને રાષ્ટ્રીય તેમજ આંતરાષ્ટ્રીય ક્ષેત્રે પહોંચાડી છે, જે બદલ અનેકવિધ એવોર્ડથી સન્માનિત થયા છે. જેમા એક વધુ તાજની કલગી સમાન અતુલ્ય વારસો આઈડેન્ટિટી એવોર્ડ સન્માન મળ્યું છે.