મોરબીમાં 23 જાન્યુઆરીના રોજ ઉજવાશે ઉર્ષ મુબારકખાટકીવાસ સૈલાની પીર દરગાહથી જુલૂસ નીકળશે(મહમદશા શાહમદાર દ્વારા મોરબી) : દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ હજરત રોયલા પીર સરકારનો ઉર્ષ મુબારક બહુજ શાનો શોખથી ઉજવવાનો આયોજન કરવામાં આવ્યું છે. અંગ્રેજી તારીખ 23-1-2025 ને ગુરુવાર અને મુસ્લિમ ચાંદ (22) બાવીસ રજ્જબના રોજ ઉર્ષ મુબારક ઉજવવામાં આવશે. જેમાં બપોરે ત્રણ વાગ્યે ખાટકીવાસ સૈલાની પીર દરગાહ થી જુલૂસ કાઢવામાં આવશે અને મકરાણી વાસ રોયલા પીર સરકારની દરગાહ પર પુર્ણ થશે. ત્યારબાદ સાંજે ચાર વાગ્યે સંદલ પોશી કરવામાં આવશે. ત્યારબાદ સાંજે છ વાગ્યે આમ ન્યાજ (મહાપ્રસાદ)નું પણ જોરદાર આયોજન કરવામાં આવ્યું છે. ન્યાજ શરીફ મકરાણી વાસ ચોકમાં રાખવામાં આવી છે. સાથે સાથે રાત્રે 10 વાગ્યે નાત શરીફ નૂરાની જલસો રાખવામાં આવ્યો છે.તો આ મુબારક મોકા ઉપર તસરીફ લાવવા તમામ હિન્દુ-મુસ્લિમ ભાઈઓ અને બહેનોને આશિકાએ રોયલા પીર જાહેર દાવત આમંત્રણ આપવામાં આવે છે.