નવલખી ફાટક લાંબો સમય બંધ રહેતા સ્થાનિકો પરેશાન થયા : ગાડી પાટા ઉપરથી ઉતરી ગઈ હોવાની અફવાનું ખંડન કરતા રેલવે અધિકારીમોરબી : મોરબીના નવલખી ફાટક પાસે ગાયો આડી ઉતરતા ટ્રેનની ઇમરજન્સી બ્રેક લાગી હતી. જેને કારણે થોડો સમય માટે ટ્રેન ત્યાં ઉભી રહી ગઈ હોવાની ઘટના બની હતી. જેના કારણે નવલખી ફાટક લાંબો સમય સુધી બંધ રહેતા સ્થાનિકો પરેશાન થયા હતા.પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના નવલખી ફાટક પાસે ઓચિંતા મોટા અવાજ સાથે ટ્રેન થોભી ગઈ હતી. આ દરમિયાન એવી અફવા ઉડી હતી કે ટ્રેન પાટા ઉપરથી ઉતરી ગઈ છે. આ મામલે રેલવે અધિકારી ધર્મેન્દ્ર કુમાર સાથે વાત કરતા તેઓએ જણાવ્યું જે માળિયા તરફ માલગાડી જઈ રહી હતી. તે વેળાએ ઓચિંતી ગાયો વચ્ચે આવતા ટ્રેનમાં ઇમરજન્સી બ્રેક મારવામાં આવી હતી. જેના કારણે ટ્રેન થોડી મિનિટ ઉભી રહી હતી.જ્યારે નવલખી ફાટક નજીક આ ઘટના બનવાના કારણે ફાટક લાંબો સમય બંધ રહેતા બંને બાજુ વાહનોની કતારો લાગી ગઈ હતી. અને સ્થાનિકો ભારે પરેશાન થાય હતા.