મોરબીના ઘુટુ રોડ ઉપર સિરામિક ફેકટરીમાં બનેલી ઘટના મોરબી : મોરબીના ઘુટુ રોડ ઉપર આવેલ સિરામિક ફેક્ટરીમાં કામ કરતા શ્રમિક યુવાનને તેના વતન ઓરિસ્સા રાજ્યમાં કોઈ યુવતી સાથે પ્રેમ સંબંધ હોય જેમાં અણબનાવ બનતા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ઘુટુ રોડ ઉપર આવેલ એન્ટિક માર્બો કંપનીમા કામ કરતા સનતભાઈ મોહનભાઇ ઉ.22 રહે. ડીપીઓય ગામ, તાલુકો. બાસદપુર, જિલ્લો ભદ્રક, ઓરિસ્સા નામના યુવાનને વતનમાં કોઈ યુવતી સાથે પ્રેમ સંબંધ હતો જેમા કોઈ કારણોસર તિરાડ પડતા આ યુવાનને મનમાં લાગી આવતા તા.25ના રોજ પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.