હળવદ તાલુકાના નવા ધનાળા ગામે અરેરાટી ભર્યો બનાવ બન્યો હળવદ : હાલમાં રવિ સિઝનની ખેતીની મૌસમ ચાલી રહી છે ત્યારે હળવદ તાલુકાના નવા ધનાળા ગામે હલર ઉપર ચડીને કામ કરી રહેલા યુવાન વીજ વાયરને અડકી જતા વીજ શોક લાગતા કમકમાટી ભર્યું મૃત્યુ નિપજતા અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના નવા ધનાળા ગામે રહેતા અને ખેતીકામ કરતા શૈલેષભાઇ વાસુદેવભાઈ કણઝારીયા હલર ઉપર ચડીને કામ કરતા હતા ત્યારે ઉપરથી પસાર થતી વીજ લાઈનને અડકી જતા વીજ શોક લાગતા તેઓનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.