કોણ બનશે પ્રમુખ અને ઉપપ્રમુખ ? ત્રણેય નગરોમાં ભારે ઉત્તેજના મોરબી: મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં હોદ્દેદારોની નિમણૂક માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત ટંકારા, વાંકાનેર અને માળિયા મિયાણા નગરપાલિકામાં આવતીકાલે 19 મેના રોજ પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે ખાસ સભાનું આયોજન કરવામાં આવ્યું છે.પ્રાપ્ત માહિતી અનુસાર, ટંકારા નગરપાલિકાના પ્રથમ પ્રમુખ અને ઉપપ્રમુખને ચૂંટવા માટે આવતીકાલે 19 તારીખના રોજ સવારે 11:30 કલાકે ટંકારા તાલુકા પંચાયતના સભાગૃહમાં ચૂંટણી સભા યોજાશે. આ સભામાં નવા પ્રમુખ અને ઉપપ્રમુખના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. આ ઉપરાંત, વાંકાનેર નગરપાલિકામાં પણ આવતીકાલે 11 કલાકે નગરપાલિકા ખાતે અગત્યની બેઠક યોજાવા જઈ રહી છે. આ સભામાં પણ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સાથે જ, માળિયા મિયાણા નગરપાલિકામાં પણ આવતીકાલે જ હોદ્દેદારોની વરણી માટે ચૂંટણી યોજાશે. માળિયા મિયાણા ખાતે પણ પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે બેઠક મળશે. આમ, આવતીકાલે જિલ્લાની ત્રણેય નગરપાલિકાઓના નવા સુકાનીઓ કોણ બનશે તેનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.#MorbiUpdate #Morbi #Tankara #Wankaner #MaliyaMiyana #NagarpalikaElection #MorbiNews #GujaratPolitics