મોરબી: મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ રોટરી નગરમાં ગરબી ચોક ખાતે બાલવી બાળ ગરબી મંડળ દ્વારા છેલ્લા 44 વર્ષથી પરંપરાગત રીતે નવરાત્રીનું ભવ્ય આયોજન કરી રહ્યું છે. બાલવી બાળ ગરબી મંડળના સભ્યો દ્વારા નવરાત્રીના આઠમા નોરતે વિશેષ હવન અષ્ટમીનું આયોજન કરવામાં આવે છે. આ ધાર્મિક કાર્યક્રમમાં સમગ્ર રોટરી નગર તેમજ આસપાસની સોસાયટીઓના મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લે છે અને ધન્યતા અનુભવે છે.