યંગ ઇન્ડિયા ગ્રુપ અને શાંતિ ફિઝીયોથેરાપી ક્લિનીકનું વર્લ્ડ સેરેબ્રલ પાલ્સી ડે નિમિતે 6 ઓક્ટોબરે વિશેષ આયોજન મોરબી : યંગ ઇન્ડિયા ગ્રુપ અને શાંતિ ફિઝીયોથેરાપી ક્લિનિક દ્વારા 6 ઓક્ટોબરે વર્લ્ડ સેરેબ્રલ પાલ્સી ડેની દર વર્ષે વિશેષ ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે વર્લ્ડ સેરેબ્રલ પાલ્સી ડેના રોજ આઠમું નોરતું હોવાથી દિવ્યાંગ બાળકો અને તેમના માતા પિતાના હસ્તે સંકલ્પ નવરાત્રી મહોત્સવમા મહાઆરતી કરાવવામાં આવનાર છે. દર વર્ષે 6 ઓક્ટોબર 'વર્લ્ડ સેરેબ્રલ પાલ્સી ડે' એટલે કે શારીરિક તથા માનસિક રીતે વિકલાંગ બાળકોનો દિવસ. આ દિવસે જન્મથી જ શારીરિક તથા માનસિક રીતે વિકલાંગ બાળકોને થતી તકલીફો જેવી કે સમાજમાં પૂરતુ માન-સન્માન ન મળવું , ડિપ્રેશન, સ્કૂલમાં થતી તકલીફો, માતા-પિતાના જીવનમાં થતી તકલીફો વગેરે નિવારવા માટે કંઈકને કંઈક સામાજિક પ્રવૃત્તિઓ થતી હોય છે. દર વર્ષે શાંતિ ફિઝીયોથેરાપી ક્લિનિક અને યંગ ઈન્ડિયા ગ્રુપ દ્વારા આ પ્રકારની તકલીફ વાળા બાળકોને પ્રોત્સાહિત કરવા તેમજ તેમના માતા-પિતાની હિંમતને બિરદાવવા અવનવા આયોજનો કરવામાં આવે છે. ગત વર્ષે વિશેષ સેમિનાર યોજવામાં આવ્યો હતો. ત્યારે આ વર્ષે 6 ઓક્ટોબરે દુર્ગાના નવલા નોરતાનો આઠમનો દિવસનો સમન્વય છે ત્યારે યંગ ઈન્ડિયા ગ્રુપ દ્વારા આયોજિત સંકલ્પ નવરાત્રિ મહોત્સવમાં આઠમા નોરતાની મહાઆરતી આ પ્રકારના વિશિષ્ટ બાળકો તથા તેના માતા-પિતાના હાથે કરાવી તેમને સમાજમાં પૂરતું માન સન્માન આપી તેમને પણ સમાજમાં સમાન દરજ્જો મળી રહે તેવી વિચારધારા વહેતી કરવાના ભાગરૂપે આ આયોજન કરેલ છે. આ આયોજનના ભાગરૂપે કોઈ પણ માતા-પિતા તેમના બાળકોનું ફ્રી રજીસ્ટ્રેશન કરાવી આરતીમાં ઉપસ્થિત રહી શકે છે. આ માટે મો.નં. 9825313897 ઉપર ફોન કરી તેમનું નામ લખાવી દેવાનું રહેશે. તેમજ બીજા કોઈ પણ વ્યક્તિ આ પ્રકારના બાળકો કે તેમના માતા-પિતાને ઓળખતા હોય તો તેમનાં સુધી આ માહિતી પહોંચાડવી, તેમજ આ કાર્યક્રમમાં બાળકોના માતા-પિતાનું પણ સન્માન કરવામાં આવશે અને તેમને વિનામૂલ્યે પ્રવેશ આપી તેમની અલગ જ બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવશે. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274