માત્ર બે મહીનામાં 130થી વધુ સાપ અને ચંદન ઘોનું રેસ્ક્યુ કરાયું મોરબી : 2 મહિના પહેલા કર્તવ્ય સ્નેક હેલ્પલાઇન ચાલુ થઈ હતી. તેમાં 2 મહિનામાં 130થી વધુ સાપ અને ચંદન ઘો જે કોઈ રીતે રહેણાંક વિસ્તારમાં આવી ચડ્યા હોઈ તો તેને સલામત રીતે ત્યાંથી રેસ્કયું કરી જંગલ વિસ્તારમાં મુક્યા છે. પણ અત્યાર સુધી જે સ્ટાફ હતો. એ રાજકોટ થી અપ ડાઉન કરતો હતો. માટે સમય મર્યાદા હતી એટલે સવારે 10 થી સાંજે 8 સુધી જ આ હેલ્પલાઇન ચાલુ રહેતી હતી. પછી ના સમયમાં થોડી તકલીફ પડતી હતી. પરંતુ હવે મોરબી જ રહે તેવા સ્ટાફને નોકરી પર રાખી દીધા છે. માટે હવે 24 કલાકમાં ક્યારેય પણ ક્યાંય પણ સાપ દેખાણો હોઈ તો તેને રેસ્કયું કરી શકાશે. આ હેલ્પલાઇન થકી વધુમાં વધુ જીવોને બચાવવાના પ્રયાસો હાથ ધરાયા છે. વધુ વિગત માટે કર્તવ્ય જીવદયા કેન્દ્ર-કર્તવ્ય એનિમલ હેલ્પલાઈન- કર્તવ્ય સ્નેક હેલ્પલાઈન મો.7574868886 તથા મો.7574885747નો સંપર્ક કરવા જણાવાયું છે.