મોરબી : મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા મોરબી જિલ્લા ફરજ બજાવતા સંનિષ્ઠ અને કર્તવ્યનિષ્ઠ કર્મચારીઓના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો. મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા મોરબી જિલ્લાના સંનિષ્ઠ અને કર્તવ્યનિષ્ઠ કર્મચારીઓના સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. જેમાં ડેપ્યુટી કલેક્ટર ઝાલા, મામલતદાર મહેતા, રામજીભાઈ માવાણી, રમાબેન માવાણી,ગ્રાહક સુરક્ષા મંડળ મોરબીના પ્રમુખ લાલજીભાઈ મહેતા તથા ઘનશ્યામસિંહ જાડેજા મુખ્ય મહેમાન તરીકે તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઉમા હોલ ખાતે સંપન્ન થયો હતો. કાર્યક્રમ દરમિયાન નગરપાલિકાના કર્મચારીઓ ભાવેશભાઈ દોશી, રમુભા ઝાલા, ચંદ્રેશ દંગી, ઝુજર અમીનભાઈ,તથા હિતેશ રવેશિયા,કર્તવ્ય ભટ્ટનું સન્માન કરવામાં આવ્યું હતું.