હાઇવે ઓથારીટીની ઘોર બેદરકારીને લીધે વધુ એક હેવી વાહનમાંથી રસ્તા ઉપર માટીનો ઢગલો ખડકી દેતા વાહનચાલકો પરેશાન મોરબી : મોરબી નજીક નેશનલ હાઇવે ઉપર હેવી વાહનોમાંથી માટી કે અન્ય રો મટીરીયલ ઠાલવી દેવાનો સિલસિલો યથાવત રહ્યો છે. જેમાં હાઇવે ઓથારીટી કે જવાબદાર ટ્રાફિક પોલીસ કોઈ કાર્યવાહી કરતું ન હોવાથી વધુ એક હેવી વાહનમાંથી માટી કે મોરમ જેવા રો-મટીરીયલનો સામાનનો હાઇવે રોડની વચ્ચોવચ ઢગલો ખડકી દેવામાં આવ્યો છે. ઓવરલોડ માલ ભરેલો હોવાથી હેવી વાહનો કાર્યવાહીથી બચવા રસ્તા પરજ સામાન ઠાલવી દેતા હોવા છતાં તંત્ર જાણે લાજ કાઢતું હોય એમ કોઈ કાર્યવાહી ન કરતા હેવી વાહનોની મનમાનીથી વાહનચાલકો તોબા પોકારી ઉઠ્યા છે. મોરબી નજીક નેશનલ હાઇવે ઉપર હમણાંથી માટી સહિત રો મટીરીયલ ભરીને નીકળતા વાહનોમાંથી માટી કે મોરમ જેવો માલ સામાન ઠાલવી દેવામાં આવે છે. આ મામલે જવાબદાર ટ્રાફિક પોલીસ કે હાઇવે ઓથારીટી હેવી વાહનો સામે કોઈ નક્કર કાર્યવાહી ન કરતા હેવી વાહનચાલકોની મનમાની યથાવત રહી છે. જેમાં આજે મોરબીના લાલપર નજીક નેશનલ હાઇવે ઉપર એક માટી કે મોરમ ભરેલો ટ્રક ખાલી કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત જાબુડીયા પાસે પણ બે સ્થળે હેવી વાહનમાંથી માટીનો રોડ ઉપર જ ખડકલો કરી દેવામાં આવ્યો છે. રોડ ઉપર જ માટીના ઢગલાને કારણે વાહનચાલકોને અવરજવર કરવામાં અકસ્માતનું મોટું જોખમ રહે છે. હાઇવે ઓથારીટીની જેમ ખાણ ખનીજ ખાતું પણ કઈ ઉકાળી શકતું ન હોવાથી ઓવરલોડ વાહનો બેફામ રીતે દોડી રહ્યા છે અને ઓવરલોડ વાહનનો જ્યાં ફાવે ત્યાં રોડ ઉપર જ વધારાનો માટીનો ખડકલો કરીને નાસી છૂટે છે. સંબધિત તંત્રની ઘોર લાપરવાહીને કારણે ઓવરલોડ વાહનો રોડ ઉપર માલ સામાન ઠાલવી દેતા હોવાથી ભારે ટ્રાફિકજામ સર્જાઈ છે અને રાત્રીના સમયે અકસ્માતની ભીતિ સેવાઇ છે. આથી સબીધિત તંત્ર આ મામલે જવાબદાર હેવી વાહનોની શાન ઠેકાણે લાવવા કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..