વાંકાનેરના રાણેકપરના બોર્ડ પાસે અકસ્માતની ઘટના મામલે ફરિયાદ નોંધાઈ વાંકાનેર : વાંકાનેરના રાણેકપરના બોર્ડ પાસે ડમ્પર રોડ પર અચાનક ઉભુ રાખી દેતા કાર ડમ્પર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં એક વ્યક્તિને ઇજા પહોંચી હતી બાદમાં તેણે આ બનાવ અંગે કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી રઉફભાઇ હાસમભાઇ કાબરા (ઉ.વ.૪૮ ધંધો.વેપાર રહે.લક્ષ્મીપરા શેરી નં ૩ વાંકાનેર) એ આરોપી XCENT 1.2 ગાડી નં GJ-10-BR-1986 નો ચાલક યાકીબભાઇ રઉબભાઇ કબરા સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૩ ના રોજ રાણેકપરના બોર્ડ પાસે માલધારી હોટેલ તથા પંચરની દુકાનની સામે આરોપીએ પોતાના XCENT 1.2 ગાડી નં GJ-10-BR-1986 ને પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી આગળ જતા ડમ્પર ચાલકે પોતાનુ ડમ્પર રોડ પર એક્દમ ઉભુ રાખી દેતા કાર ચાલકે મારી કાર ડમ્પર સાથે પાછળના ભાગે ભટકાતા ફરીયાદીને છાતીના ભાગે તથા ડાબા પગે ઘુંટણના ભાગે સામાન્ય ઇજા થયેલ હતી અને ગાડીમાં મોટુ નુકશાન કર્યું હતું. આ બનાવની પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..