વાંકાનેર : વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામે રહેતા રીક્ષા ચાલક ભાડાંના પૈસાની ઉઘરાણી કરવા જતા આરોપીના ઘર પાસે રીક્ષા પાર્ક કરતા બે શખ્સોએ લાકડી વડે માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામે રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગ કરતા ગોપાલભાઇ મેશનભાઇ ચારોલીયા બે દિવસ પૂર્વે રીક્ષા ભાડાની ઉઘરાણી કરવા ગયા હતા ત્યારે આરોપી શાંતિલાલ ગગજીભાઇ ચારોલીયા અને રાજેશભાઇ ગગજીભાઇ ચારોલીયાના ઘર પાસે રીક્ષા પાર્ક કરતા બન્ને આરોપીઓએ અહીં રીક્ષા પાર્ક ન કરવી તેમ કહી ઝઘડો કર્યો હતો. વધુમાં બાદમાં બન્ને આરોપીઓએ મળી ગોપાલભાઇ મેશનભાઇ ચારોલીયાને લાકડી વડે તેમજ ઢીકા પાટુનો મૂંઢ માર મારી ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવા ધમકી આપતા આ મામલે ગોપાલભાઈએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને આરોપી વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.