મોરબી : મોરબી નવલખી રોડ ઉપર ખાખરળા નજીક છકડો રીક્ષા પલટી જતા રીક્ષા ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના નવલખી રોડ ઉપર ખાખરાળા નજીક છકડો રીક્ષા પલટી જતા મોરબી તાલુકાના મોડપર ગામે રહેતા રીક્ષા ચાલક નાગદાનભાઇ સુખાભાઇ દેલવાણીયા ઉ.35ને ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.