એક કન્ટેનર અચાનક ડિવાઈડર કૂદીને સામેના કન્ટેનર સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો મોરબી : મોરબી-માળીયા હાઇવે ઉપર ગઈકાલે એક કન્ટેનર ચાલક અચાનક ડિવાઈડર કૂદીને સામેના કન્ટેનર સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક કન્ટેનર ચાલકનું સ્થળ ઉપર જ કમકમાટીભર્યું હતું. જ્યારે આજે સામેના કન્ટેનર ચાલકનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ ઘટનામાં એક ક્લીનરને ઇજા પહોંચી હતી અને તેણે આ બનાવની ફરિયાદ નોંધાવી છે. મોરબી તાલુકા પોલીસ મથકના એ.એસ.આઈ. આર બી. વ્યાસના જણાવ્યા મુજબ ગઈકાલે મોરબી માળીયા હાઇવે ઉપર સોખડા ગામ નજીક બે કન્ટેનર અલગ અલગ ટ્રેક ઉપર પસાર થઈ રહ્યા હતા. જેમાં બિહાર તરફનું કન્ટેનર માળીયા તરફ જઈ રહ્યું હતું. જ્યારે રાજસ્થાનનું કન્ટેનર માળીયાથી જમ્મુ કાશ્મીર તરફ જતું હતું. બન્નેની દિશા અલગ હતી અને રોડ ઉપર વચ્ચે ડિવાઇડર હતું. પરંતુ અચાનક બિહાર તરફના કન્ટેનર ચાલકે કોઈ કારણોસર કાબુ ગુમાવતા તેનું કન્ટેનર ડિવાઇડર ઠેકીને સામેની સાઈડ પર પસાર થતા રાજસ્થાનના કન્ટેનર સાથે ધડાકાભેર અથડાયું હતું. આથી, રાજસ્થાનના કન્ટેનર ચાલક ઉમેદસિંગ સીમરથસિંગ રાજપૂતનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. તેમજ તેની સાથેના ક્લીનર સોહનસિંગને ઇજા પહોંચી હતી. જ્યારે બિહારના કન્ટેનર ચાલક સુનિલરાય જનકરાય યાદવને ગંભીર ઇજા થતાં આજે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તાલુકા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..