પાંચ મહિના પૂર્વે નાલું જર્જરિત બની ગયું હતું : નાલું પુનઃ શરૂ થતાં સ્થાનિકોમાં ખુશીનો માહોલમોરબી : મોરબીના રવાપર રોડ ઉપર એવન્યુ પાર્ક પાસેનું નાલું રીપેર થઈ જતા આજે ખુલ્લું મુકવામાં આવ્યું છે. જેને પગલે સ્થાનિકોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. મોરબીના રવાપર રોડ પર એવન્યુ પાર્ક પાસેનું નાલુ ગત તા.10 સપ્ટેમ્બરના રોજ તૂટી ગયું હતું. બાદમાં 15 ઓક્ટોબરના રોજ વર્ક ઓર્ડર આપી કામ શરૂ કરવામાં આવ્યું હતું. આ નાલું રૂ. 47 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. અત્યાર સુધી સ્થાનિકોને ખેતરવાળા રસ્તેથી ડાયવર્ઝન આપવામાં આવ્યું હોવાથી ત્યાંથી જવું પડતું હતું. આ મામલે સ્થાનિક સતિષભાઈ કાનાબારે જણાવ્યું હતું કે જિલ્લા કલેકટરે આ પ્રશ્નને ગંભીરતાથી લઈ ધ્યાન આપ્યું હતું. અંતે આજે આ નાલું રીપેર થઈને ખુલ્લું મુકાઈ જતા લોકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.