મોરબીના નગર દરવાજા પાછળ નાસ્તા ગલીમા મારામારીની ઘટનામાં એક શખ્સ સામે નોંધાઈ ફરિયાદ મોરબી : મોરબીના નગર દરવાજા પાછળ નાસ્તા ગલીમા ક્રિષ્ના નાસ્તા હાઉસ નામની દુકાન પાસે પૈસા આપવાની ના પાડતા મહિલાને ઢીંગલી નામના શખ્સે છરીના ઘા ઝીંક્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે મહિલાએ હુમલો અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીની બજાર લાઈનમાં આવેલ ડાક શેરીમાં રહેતા સલમાબેન સલીમભાઈ અમલાણી (ઉ.વ.૪૦) એ આરોપી હુશેન ઉર્ફે ઢીંગલી નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તા.૧૬ ના રોજ બપોરના સાડા ત્રણેક વાગ્યાના અરસામા મોરબીના નગર દરવાજા પાછળ નાસ્તા ગલીમા ક્રિષ્ના નાસ્તા હાઉસ નામની દુકાન પાસે ફરીયાદી પાસે આરોપીએ પૈસાની માંગણી કરતા ફરીયાદીએ પૈસા આપવાની ના પાડતા આરોપીએ પોતાની પાસે હાથમાં રહેલ છરી વડે ડાબા પગના સાથળ ઉપર એક ધા મારી તેમજ ફરીયાદીને ઇજા કરી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..