ટંકારા : ટંકારાના મિતાણા પાસે રાજકોટ- મોરબી રોડ પર શ્વાન આડુ ઉતરતા ફિગો કાર ડિવાઇડર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ચાલકને ઇજા થતા 108 એમ્બ્યુલન્સ દ્વારા મોરબી ખસેડયા છે. બનાવ અંગે મળતી વિગતો મુજબ ટંકારાના છતર-મિતાણા ગામ વચ્ચે રાજકોટ મોરબી રોડ પર આજે સવારે મોરબીથી રાજકોટ જતી ફિગો કાર મિતાણાથી આગળ પહોંચી હતી ત્યારે રોડ ઉપર શ્વાન આડુ ઉતરતા બચાવવા જતા કાર ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર સવાર દિવ્યેશભાઈ સરડવાને માથાના ભાગે ઇજા પહોંચી હતી. જયારે તેની પત્નીનો આબાદ બચાવ થયો હતો.ધટનાની જાણ થતા 108ના પાઈલોટ પરબતભાઈ આહીર અને ડો. વલ્લભભાઈ લાઠીયા તાત્કાલિક ધટના સ્થળે પહોચી પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે ચાલકને મોરબી ખસેડયો છે.