મોરબી : મોરબીના નિવૃત્ત શિક્ષિકાની તબીબ પુત્રીએ હેર ફોર હોપ ઇન્ડિયા અંતર્ગત કેન્સર પીડિત દર્દીના લાભાર્થે વાળનું ડોનેશન કરીને સમાજસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. નિવૃત્ત શિક્ષિકાની પુત્રી ડો. યેશા સુરેશભાઈ ચાવડા જેઓ ઉપલેટાના વતની છે અને તેમણે ધોરણ 1 થી 12નો અભ્યાસ મોરબીમાં જ કર્યો છે. ત્યારે ડો. યેશા ચાવડાએ હેર ફોર હોપ ઇન્ડિયા અંતર્ગત કેન્સર પીડિત દર્દીના લાભાર્થે 11 ઇંચના વાળનું ડોનેશન કરી સરાહનીય કાર્ય કર્યું છે. હેર ફોર હોપ ઇન્ડિયા અંતર્ગત દાનમાં આવેલા વાળનું કલેક્શન કરીને વીગ બનાવવામાં આવે છે અને વિનામૂલ્યે કેન્સર પીડીત દર્દીઓને દાનમાં આપવામાં આવે છે. ડો. યેશા ચાવડાના જણાવ્યા અનુસાર બ્લડ ડોનેશન, ઓર્ગન ડોનેશનની સાથે સાથે હેર ડોનેશન માટે જન જાગૃતિ લાવવી અત્યંત જરૂરી છે. જેથી આપણી માતા બહેનો માટે આપણે મદદરૂપ થઈ શકીએ.