હળવદ : ગઈકાલે રાજયની આઠ બેઠકોની પેટા ચૂંટણીની સાથે મોરબી-માળીયાની બેઠક પર ભાજપના ઉમેદવારની જીત થઈ હતી. ત્યારે મોરબી - માળીયા તાલુકાના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જાેવા મળ્યો હતો. મોરબીની સાથોસાથ હળવદના કાર્યકરોનો ધારાસભ્ય બ્રિજેશ મેરજા અને જિલ્લા પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાએ આભાર વ્યકત કર્યો હતો અને આજે હળવદ ખાતે જિલ્લા પ્રમુખ અને ધારાસભ્યએ મુલાકાત લીધી હતી. હળવદની હરિદર્શન હોટલ ખાતે મોરબી - માળીયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજા અને મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાએ મુલાકાત લીધી હતી. અને હળવદના આગેવાનો અને કાર્યકરોએ ફુલહાર સાથે તેમનું સ્વાગત કર્યું હતુ. ઉપરાંત મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ધારાસભ્યએ હળવદના આગેવાનો અને કાર્યકરોને ચૂંટણી દરમિયાન કરેલી તનતોડ મહેનતને બિરદાવી હતી. તો સાથે જ જિલ્લા ભાજપ પ્રમુખે જણાવ્યું હતું કે, આગામી આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કામે લાગી જવા હાકલ કરી હતી અને વધુમાં ઉમેર્યું હતું કે, અંદરોઅંદરની નારાજગીને દુર કરી બુથને મજબુત બનાવવા પહેલ કરી હતી. આ તકે બિપીનભાઈ દવે, રજનીભાઈ સંઘાણી, અજયભાઈ રાવલ, અશ્વીનભાઈ કણઝરીયા, રણછોડભાઈ દલવાડી, જયરામભાઈ સોનગ્રા, સતીષભાઈ પટેલ, રમેશભાઈ ભગત, હિતેશભાઈ લોરીયા, તપનભાઈ દવે, નયનભાઈ પટેલ, નવીનભાઈ મદ્રેશીયા, નરેન્દ્રસિંહ રાણા, સુખુભા ઝાલા, વાલજીભાઈ સંઘાણી, વિનોદભાઈ વામજા, મનસુખભાઈ એરવાડીયા સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate