કોરોનાની પરિસ્થિતિ એકદમ હળવી થતા રેલવે તંત્ર દ્વારા લેવાયેલો નિર્ણય મોરબી : મોરબીમાં ગત એપ્રિલ માસ દરમિયાન કોરોના કહેરને પગલે ડેમુ ટ્રેન સેવા બંધ કરી દેવામાં આવી હતી. ત્યારે હવે કોરોનાની પરિસ્થિતિ એકદમ હળવી થતા રેલવે તંત્ર દ્વારા મોરબી-વાંકાનેર વચ્ચે 3 સપ્ટેમ્બરથી ડેમુ ટ્રેન ફરી રાબેતા મુજબ શરૂ કરવાનો રેલવે તંત્ર દ્વારા સત્તાવાર નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. મોરબી વાંકાનેર વચ્ચે 3 સપ્ટેમ્બરથી ડેમુ ટ્રેન શરૂ કરવાનો પશ્ચિમ રેલવે દ્વારા નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. જેમાં મુસાફરોની સુવિધા માટે અને તેમની માંગને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવે દ્વારા આગામી સૂચના સુધી ઓખા-રાજકોટ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનું સતાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. તેમજ વાંકાનેર-મોરબી અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેન પુન ચલાવવામાં આવશે. જેમાં આગામી ૩ સપ્ટેમ્બરથી ઓખા-રાજકોટ અને વાંકાનેર-મોરબી ડેમુ ટ્રેન પુનઃ શરુ થશે. તેથી મોરબી અને વાંકાનેરના રેલવે મુસાફરોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..