મોરબી : મોરબી જિલ્લા પંચાયત દ્વારા અધિક સચિવ, ગાંધીનગરને પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાની ઓન લાઈન અરજીની મુદ્દત વધારવા માટે અરજી કરવામાં આવી છે. મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ મુખ્ય અધિક સચિવ, ગાંધીનગરને કિસાન સમ્માન નિધિ યોજનાની ઓન લાઈન અરજીની મુદત વધારવા માટેની રજુઆત કરી છે. અત્રે નોંધનીય છે, કે ઓન લાઈન અરજીની છેલ્લી તારીખ 31 જુલાઈ છે. ઓન લાઈન અરજીમાં આધાર કાર્ડની વિગતો પણ સબમિટ કરવાની હોય છે, પરંતુ હાલ મોરબીમાં આધાર કાર્ડને લગતી કામગીરી અંદાજે છેલ્લા 15 દિવસથી હાડતાંકને કારણે બંધ હોવાથી જિલ્લાના ઘણા ખેડૂતો ઓન લાઈન અરજી સબમિટ કરી શક્યા નથી. આથી ઘણા ખેડૂતો આ યોજનાના લાભથી વંચિત રહી જાય એમ છે. આથી આ યોજનાની ઓન લાઈન અરજીની મુદતમાં એક માસનો વધારો થાય એવું રજુઆત કરવામાં આવી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne