મોરબી : મોરબીમાં આજે પરોઢિયે પીળા અને નારંગી વાદળોનો આહલાદક નઝારો જોવા મળ્યો હતો. વહેલી સવારે કસરત તેમજ વોકિંગ કરવા નીકળતા લોકોએ આ નઝારાને મનભરીને માણ્યો હતો. મોરબીમાં આજે વાતાવરણમાં થોડો પલટો આવ્યો હતો અને આકાશમાં વાદળોની જમાવટ થઈ હતી.જોકે વહેલી સવારે આકાશમાં જાણે વાદળોએ નવોઢાની જેમ શણગાર સર્જ્યો હોય તેમ પીળા અને નારંગી રંગ સાથે જમાવટ કરતા આહલાદક નજારો સર્જાયો હતો.અને વહેલી સવારનું આ આહલાદક દ્રશ્ય જોઈને લોકો થોડીવાર માટે મંત્રમુગ્ધ થઈ ગયા હતા. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news