અનુચ્છેદ 370 અને 35 એ હટાવવાના કેન્દ્ર સરકારના નિર્ણયને વધાવતું નવયુગ શૈક્ષણિક સંકુલ મોરબી : મોરબી નવયુગ શાળા અને સંકુલ દ્વારા 370ની કલમ હટાવવામાં આવતા સરકારના નિર્ણયને પાંચ હજાર જેટલા વિદ્યાર્થીઓએ ફટાકડા ફોડી અને મોં મીઠા કરી વધાવી અને ઉજવણી કરી હતી. સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયાએ આ સફળતાને વિધાર્થીઓના પાઠ્યપુસ્તકોમાં સમાવવામાં આવે, તેવી માંગ કરી છે. મોરબી નવયુગ શાળા,નવયુગ શૈક્ષણિક સંકુલ દ્વારા 370 અને 35 A ની કલમ હટાવવામાં આવતા સરકારના આ નિર્ણયને વધાવ્યો હતો. જેમાં લો કોલેજના પ્રિન્સિપાલ, વિદ્યાર્થીઓ, સાયન્સના વિદ્યાર્થીઓ અને કે.જી. થી માંડીને બી.એડ. સુધીના કુલ મળી પાંચ હજાર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને એક બીજાના મો મીઠા કરી ફટાકડાં ફોડી ઉજવણી કરી હતી. જેમાં નવયુગ લો કોલેજના વિદ્યાર્થીઓ એ જણાવ્યું હતું કે આજના દિવસને ક્રાંતિ દિવસ તરીકે સરકારે જાહેર કરવો જોઈએ અને ખરા અર્થમાં આપણા દેશને આજે આઝાદી મળી છે. જે અત્યંત ખુશીની વાત છે અને યુવાનોમાં પણ આ ખુશી જોવા મળી હતી. મોરબી નવયુગ શૈક્ષણિક સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયાએ જણાવ્યું હતું કે મોરબી નવયુગ સંકુલ દ્વારા સરકાર દ્વારા 370 હટાવી અને જે ઐતિહાસિક નિર્ણય લીધો છે તેને આવકારવામાં આવ્યો છે અને આગામી સમયમાં આ નિર્ણયને વિદ્યાર્થીઓને પણ પાઠયપુસ્તકોમાં ભણાવવામાં આવે તેમજ આજના દિને મોટી ક્રાંતિ થઇ છે. જેથી આજના દિવસને ક્રાંતિદિવસ જાહેર કરીને ક્રાંતિદિવસની ઉજવણી કરવામાં આવે, સાથે જ ભારતની આઝાદી પછીની મોટી સફળતાને ભારતના ઇતિહાસમાં લખવામાં આવે તે પણ જરૂરી છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne