અજાણ્યા વાહનચાલક સામે નોંધાયો ગુન્હો મોરબી : મોરબી હળવદ હાઇવે ઉપર ઘૂંટુ ગામ નજીક ગઈકાલે હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં અજાણ્યા વાહનચાલકે હડફેટે લેતા અજાણ્યા યુવાનનું મોત નીપજ્યું હતું. આથી તાલુકા પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી હળવદ હાઇવે ઉપર ઘુંટુ ગામે આવેલ બાપા સીતારામની મઢુલી સામેના ભાગે રોડ ઉપર કોઈ અજાણ્યા વાહનચાલકએ પોતાના હવાલાવાળુ વાહન પુરઝડપે અને બેફીકરાય રીતે ચલાવી અજાણ્યા પુરૂષ ઉ.વ. ૨૫ થી ૩૦ વાળાને હડફેટે લઇ એક્સીડન્ટ કરી માથામા તથા મોઢામા ગંભીર ઇજા કરતા તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ અકસ્માત સર્જીને અજાણ્યો વાહનચાલક પોતાનું વાહન લઈને નસી છૂટ્યો હતો. આથી આ બનાબ અંગે ભાણજીભાઇ બાબુભાઇ ઉભડીયાએ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુન્હો દાખલ કરી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.