મોરબી : મોરબીના રેલવે સ્ટેશન પાછળ આવેલા રેલવે યાર્ડમાં આજે કન્ટેનરના સ્થળાંતર વખતે કન્ટેનરના વહીલ ફરી વળતા એક અજાણી મહિલાનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. સ્થાનિકોના જણાવ્યા મુજબ હજુ સુધી સંબધિત તંત્ર ઘટનાસ્થળે પહોંચ્યું નથી. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના મુખ્ય રેલવે સ્ટેશન પાછળ આવેલ રેલવે યાર્ડમાં કન્ટેનરમાં માલનું લોડિંગ થાય છે અને માલ ભરેલા કન્ટેનરનું સ્થળાંતર કરવામાં આવે છે. દરમિયાન આજે રેલવે યાર્ડમાં એક માલ સમાન ભરેલા કન્ટેનરને સ્થળાતંર કરવામાં આવતું હતું. તે વખતે નીચે રહેલી એક મહિલા કન્ટેનરની હડફેટે ચડી જતા તેની માથે કન્ટેનરના વહીલ ફરી વળતા તેણીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે સ્થાનિકોએ જણાવ્યું હતું કે હજુ સુધી આ બનાવ બાદ સંબધિત તંત્ર ઘટનાસ્થળે પહોંચ્યું નથી. તેથી, આ મૃતક મહિલાની ઓળખ વિશે જાણકારી મળી નથી.