મોરબી : મોરબી રફાળેશ્વર જીઆઇડીસીમાં આવેલ પોટરીમાં લોડર ટ્રેકટરમાં ટાવર બદલાવતી વખતે લોડર નીચે આવી જતા યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ રફાળેશ્વર જીઆઈડીસીમાં આવેલ વાસુદેવ પોટરીમાં લોડર ટ્રેક્ટરમાં ટાવર બદલવાનું કામ કરી રહેલા દિલીપભાઇ કનુભાઇ પરમાર ઉવ.૧૮નું લોડર નીચે દબાઈ જતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા પોલીસે એડી નોંધી તપાસ શરૂ કરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..