વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામમાં કારખાનામાં પડી જતા યુવકનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. મુળ મહિસાગર જિલ્લાના લુણાવાડાના વતની હાલ રાતાવીરડામાં રહેતા 22 વર્ષીય રમેશભાઇ ઉગાભાઇ બારીયા ગઈકાલે તા. 18ના રોજ રીફીર કારખાના ઉપરથી અગમ્ય કારણોસર પડી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. વાંકાનેર સરકારી હોસ્પિટલમાં તેની ડેથ બોડી આવતા વાંકાનેર તાલુકા મથકે એકસ્માતે મોત દાખલ કરેલ છે. હાલમાં પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે.