મોરબી : મોરબી તાલુકાના ઉટબેટ સામપર ગામે રહેતા લાખાભાઇ નામના યુવાન છત ઉપરથી પડી જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.