મોરબી : મોરબી તાલુકાના બેલા ગામમાં ફેક્ટરીમાં યુવક પતરા પરથી પડી ગયો હતો. આથી, યુવકનું મૃત્યુ નીપજ્યું છે. ગઈકાલે તા. 4ના રોજ બેલા ગામમાં ખોખરા હનુમાન ધામ પાસે લીડસન સીરામીક કારખાનામાં અનીલભાઇ દાનજીભાઇ મોજવીયા (ઉ.વ. ૩૬, રહે. શોભેશ્વર રોડ, મોરબી) કારખાનામાં પતરા ઉપર ચડી કામ કરતા હતા. ત્યારે અકસ્માતે પતરૂ તુટતા નીચે પડી ગયા હતા. આથી, તેને ગંભીર ઇજા થતા તેનું મોત નીપજ્યું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.