વાંકાનેર : વાંકાનેર તાલુકાના ભાયાતી-જાંબુડીયા ગામમાં રહેતા યુવકને સાપે ડંખ મારતા તેનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. ભાયાતી-જાંબુડીયા ગામમાં રહેતા 42 વર્ષીય કરશનભાઇ પુંજાભાઇ સાગઠીયા ગઈકાલે તા. 17ના રોજ પોતાના ઘરે સુતા હતા. આ દરમ્યાન સાપે ડંખ મારતા તેમનું મૃત્યુ થયું છે. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.