મોરબી : મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં આવેલ રામકો સોસાયટી ખાતે પોતાના બહેનની ઘેર અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતા હરેશભાઇ નારણભાઇ સનુરાનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.