વાંકાનેરના રાતાવીરડા ગામની સીમમાં આવેલ સીરામીક કારખાનામાં બનેલી ઘટના વાંકાનેર : વાંકાનેરના રાતાવીરડા ગામની સીમમાં આવેલ સીરામીક કારખાનામાં કામ કરતી વખતે છત પરથી નીચે પટકાતા શ્રમિકનું કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવની વાંકાનેર પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લાયશન્સ નગરમાં રહેતો મહેશભાઇ આહાભાઇ સાલાણી (ઉ.વ ૧૮) નામનો યુવાન ગત તા.૬ ના રોજ વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામની સીમમાં સીસકોન સીરામીક કારખાનાની છત ઉપર ડામરકામ કરતો હતો. તે દરમ્યાન અકસ્માતે છ્ત ઉપરથી પડીજતા માથામાં ગંભીર ઇજાઓ થતા તેનું મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતા વાંકાનેર પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..