વાંકાનેર: વાંકાનેર પોલીસ સ્ટેશન ખાતે કોઠારીયા ગામે મગફળીના હલરમાં ફસાઈ જતા યુવતીનું મૃત્યુ થયું હોવાનો બનાવ નોંધાયો હતો. વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામની સીમમાં આવેલી વાડીમાં મજૂરી કામ કરતા કોમલબેન અશોકભાઈ કોબીયા (ઉંમર વર્ષ 17) મગફળીના હલરમાં આવી જતા તેમનું મોત નિપજ્યું હતું. તેમની ડેડ બોડી વાંકાનેર હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લઇ જવામાં આવી હતી. આ બનાવની વધુ તાપસ માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.