મોરબી : મોરબીના નાની વાવડી ગામે આવેલ તળાવમાં ડૂબી જતા યુવાનનું મૃત્યુ નીપજ્યું હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના નાની વાવડી ગામે આવેલ તળાવમાં યુવાન ડૂબ્યો હોવાનો કોલ આવ્યા બાદ મોરબી ફાયર બ્રિગેડે યુવાનને શોધવા ભારે જહેમત ઉઠાવ્યા બાદ આજે સવારે આ યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ મૃતક યુવાનનું નામ રમેશભાઈ બચુભાઈ ગજિયા ઉ.27 હોવાનું અને મૃત્યુ અંગેનું કારણ જાણવા મળ્યું ન હોવાનું જાહેર કર્યું હતું.