મોરબી : મોરબીના મહેન્દ્રનગર નજીક આવેલા રામધન આશ્રમ પાસે કાલીન્દ્રી નદીમાંથી વિજયાબેન પ્રભુભાઈ પડસુંબિયા (ઉ . વ.૬૨)નામના વૃદ્ધાનો મૃતદેહ મળી આવતા ચકચાર જાગી છે. મોરબી ફાયર વિભાગની ટીમને જાણ થતાં કલાકોની જહેમત બાદ મહિલાનો મૃતદેહ શોધી કાઢ્યો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી મોરબી સીટી બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.