મોરબી: આજના સમયમાં દીકરી હોવી એ સૌભાગ્યની વાત છે. દીકરી પણ દીકરાની જેમ ખરા સમયે પરિવારની સાથે ઉભી રહીને દીકરાની ગરજ સારે છે. ત્યારે મોરબીના બરવાળા ગામે આવો જ એક બનાવ સામે આવ્યો છે. આજરોજ તારીખ 16 મેના રોજ મોરબીના બરવાળા ગામે ઉમેશભાઈ મોહનભાઈ પંડિતનું અવસાન થયું હતું. ઉમેશભાઈને સંતાનમાં માત્ર એક જ દીકરી હતી. ત્યારે ઉમેશભાઈની દીકરી હિતાક્ષીએ પિતાની અર્થીને અશ્રુભીની આખે કાંધ આપી હતી અને પિતાના પાર્થિવદેહને અગ્નિદાહ આપ્યો હતો. આમ ખરા સમયે હિતાક્ષીએ એક દીકરાની ગરજ સારીને સમાજમાં એક નવો દાખલો બેસાડયો છે કે દીકરી હોવી એ અભિષાપ નહીં પણ આશીર્વાદ છે.