મોરબી : મોરબીમાં દાઉદી વ્હોરા સમાજના લોકો દ્વારા પ્રજાસત્તાક દીનની ઉજવણી કરવામાં આવી હતી.આ ઉજવણીમાં દાઉદી વ્હોરા સમાજના લોકો અને તેમના ધર્મગુરુ ઉપસ્થિત રહ્યા હતા. મોરબીમાં દાઉદી વ્હોરા સમાજના લોકો દ્વારા 73માં પ્રજાસત્તાક દીનની રાજ હોલની બાજુમાં આવેલ ઈડન ગાર્ડન પર ધ્વજવંદન કરી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સમાજના લોકો અને તેમના ધર્મગુરુ આમીલ સાહેબ ખુજેમાંભાઈએ હાજરી આપેલ હતી.