શિવભક્તો માટે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દર સોમવારે ફરાળ મહાપ્રસાદ યોજાશે મોરબી : મોરબીના જલારામ પ્રાર્થના મંદિર સ્થિત જણિયાણેશ્વર મહાદેવ મંદિર મુકામે પવિત્ર શ્રાવણમાસના પ્રથમ સોમવાર એટલે કે, તા. 21 ઓગસ્ટના રોજ બપોરે 4 કલાકથી શિવભક્તો માટે બરફના શિવલિંગના દર્શનનું અનેરુ આયોજન કરવામાં આવ્યું છે. તે ઉપરાંત પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દેવાધિદેવ મહાદેવના અભિષેક માટે ભક્તજનો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે. મોરબી જલારામ મંદિર ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત ચલાવવામાં આવે છે. ત્યારે શ્રાવણમાસ દરમિયાન દર સોમવારે ભક્તજનો માટે ફરાળ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવશે. મહાદેવના રૂદ્રાભિષેક, લઘુરુદ્રી સહિતની પૂજા માટે ભાવીનભાઈ ઘેલાણી- મો. નં.૮૭૫૮૧૨૦૪૩૫, અનિલભાઈ સોમૈયા- મો. નં. ૮૫૧૧૦૬૦૦૬૬, હીતેશભાઈ જાની-મો.નં.૯૮૨૫૩૨૬૭૨૯, ચિરાગભાઈ રાચ્છ- મો.નં. ૯૦૯૯૬૦૦૦૮૧ પર સંપર્ક કરવા સંસ્થાની યાદીમાં જણાવ્યું છે.