મોરબી : મોરબી જિલ્લાના રાજપર (શનાળા) ગામે તા. 17-4-2025 ને ગુરુવારના રોજ સમસ્ત દારોદ્રા પરિવાર દ્વારા સુરાપુરા વજાદાદાની પન:પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આઠમો વાર્ષિક ઉત્સવ તથા પરિવારનું સ્નેહમિલન યોજાશે. જેમાં સવારે 8 કલાકે દાદાના હવનનો પરીપ્રારંભ, બપોરે 12:30 કલાકે બિડુ હોમાશે, બપોરે 3 કલાકે શોભાયાત્રા અને ભુવાના સામૈયા, સાંજે 7 કલાકે મહા પ્રસાદ અને રાત્રે 8:30 કલાકે દાદાનું માંડલું રાખવામાં આવ્યું છે. તેમજ તા. 18-4-2025 ને શુક્રવારના રોજ સવારે 7:15 કલાકે દાદાનો શ્રીફળ હવન યોજાશે. આ મહોત્સવમાં અતિથિ વિશેષ તરીકે મહંત જયવંતપુરીજી ગુરુશ્રી રમેશપુરીજી (શ્રી માત્રામાતાજી મંદિર, ઓસમ પર્વત, પાટણવાવ) ઉપસ્થિત રહેશે. આ મહોત્સવમાં કલાકાર હકાભાઈ (નવી ટીંબડીવાળા), સાગરભાઈ માલણીયાત અને કિશનભાઈ દ્વારા ડાકની રમઝટ બોલાવવામાં આવશે.